વિસનગર: પીએમ મોદીના 76 માં જન્મદિવસે કાસા ગામમાં રક્તદાન કેમ્પનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76 માં જન્મદિવસ નિમિત્તે કાસા ગામના અંબાજી માતાના મંદિરે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ધી કાસા પીપલ્સ ઓપરેટિવ સોસાયટી, વિસનગર બ્લડ બેન્ક અને રોટરી ક્લબ દ્વારા આયોજિત આ કેમ્પમાં ગ્રામજનો અને યુવાનોએ મોટી સંખ્યામાં જોડાઈને રક્તદાન કર્યું હતું.