લીમખેડા: લીમખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની સુરક્ષા માટે વિશેષ ઝુંબેશ શરૂ
Limkheda, Dahod | Oct 22, 2026 દાહોદના લીમખેડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા જાળવણીની કામગીરી હાથ ધરાઈ છે. મંગળ મહુડી-ખિરખાઈ-નીનામાના-ખાખરિયા-આગારા રોડ પર રાત્રિ દરમિયાન વાહનોની સ્પષ્ટ દ્રશ્યતા રહે તે માટે રસ્તાની બંને બાજુએ ગેરુ-ચૂના લગાવવામાં આવી રહ્યા છે.