સાવરકુંડલા: મહુવા રોડના અર્ધવટા વિકાસકાર્યેથી સાવરકુંડલામાં ગભરાટ:વેપારીઓ મુશ્કેલીમાં,શહેરવાસીઓ ત્રસ્ત,જગદીશ ઠાકોરના શાબ્દિક પ્રહાર
સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર ચાલી રહેલા વિકાસકાર્ય દોઢ મહિનાથી અર્ધવટું પડ્યું હોવાથી વેપારીઓને વ્યાપક નુકસાન અને નાગરિકોને મુસાફરીમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે. રસ્તાના સતત ખોદકામ અને કામના ધીમા ગતિના કારણે વિસ્તાર ધૂળધૂળાયો બની ગયો છે.ત્યારે આ અંગે સામાજિક કાર્યકર જગદીશભાઈ ઠાકોર દ્વારા સોશિયલ મીડિયામાં વિડિઓ આજે સાંજે ૬ કલાકે વાઇરલ કરવામાં આવ્યો છે.