બારડોલી: કણાવ ગામની 60 વર્ષીય વિધવા મહિલાની ચેન લૂંટી જનારને LCB ની ટીમે બારડોલીથી 2.27 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધો
Bardoli, Surat | Sep 23, 2025 સુરત જિલ્લા એલ.સી.બી, ના ASI રાજદીપ મનસુખભાઈ તથા હેડ કોન્સ્ટેબલ નાગજી કરશનભાઈ, ચિરાગકુમાર જયંતિલાલ તથા અમરતજી રાઘાજીભાઈ નાઓની ટીમને સયુક્ત રીતે અંગત બાતમીદારો દ્વારા ચોક્કસ હકિકત મળેલ કે, "તાજેતરમાં બારડોલી ટાઉનમા લીનીયર સર્કલ થી ધુલીયા ચોકડી જવાનાં મુખ્ય રોડ ઉપર, જુની કોર્ટની સામે જાહેર રોડ એક મોટર સાયકલ ઉપર આવેલ અજાણ્યો ઈસમ ફરીયાદી બહેનના ગળા માથી સોનાની ચેઈન સ્નેચીંગ કરી નાશી ગયેલ જે ચેઈન સ્નેચીંગ મહેશ ગામીતને ત્રણ વલ્લાથી ઝડપી લીધો