વાલિયા: પોલીસે પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલના હવાલે કર્યો
Valia, Bharuch | Oct 9, 2025 વાલિયા પોલીસ મથકના ટીમ દ્વારા ચમારીયા ગામના વચલા ફળીયામાં રહેતા શૈલેશભાઈ લલ્લુભાઈ વસાવા વિદેશી દારૂ સાથે સંકળાયેલ હોય જેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપેલ હતી જે આધારે ગેરકાયદેસર પ્રવૃતીને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત કરવા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અટકાયત કરવાનો હુક્મ ઈશ્યુ થતા કુખ્યાત શૈલેશ લલ્લુભાઈ વસાવાની ઝડપી પાડી પાસા વોરન્ટની બજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.