ગોધરા: પંચમહાલ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા રસીકરણના માધ્યમથી સવા છ લાખ પશુઓને ખરવા મોવાસા રોગચાળા સામે સુરક્ષિત કરાયા.
પંચમહાલ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ખરવા-મોવાસા (ફૂટ એન્ડ માઉથ ડિસીઝ) સામે વિશેષ રસીકરણ અભિયાન ચલાવી જિલ્લામાં નોંધાયેલા અંદાજે સવા છ લાખ દુધાળા પશુઓને સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ ચેપી રોગથી પશુઓના આરોગ્ય અને દૂધ ઉત્પાદન પર ગંભીર અસર થાય છે. સમયસર રસીકરણ જ અસરકારક બચાવ હોવાનું પશુ ચિકિત્સકો જણાવે છે. રાજ્ય સરકારની યોજના હેઠળ જિલ્લાના સાતેય તાલુકાઓમાં પશુપાલકોને નિઃશુલ્ક રસી આપવામાં આવી, જેથી પશુધનનું રક્ષણ અને પશુપાલકોને આર્થિક નુકસાનથી બચાવવાનો