અંકલેશ્વરના અંદાડા ગામે આર.સી.સી રોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.ભરૂચ વિધાનસભામાં આવતા અને અંકલેશ્વરના અંદાડા ગામે વિકાસકાર્યોને વેગ આપવા માટે અંદાજિત રૂ. 1.18 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આર.સી.સી રોડનું લોકાર્પણ તથા રૂ. 1.18 કરોડના ખર્ચે બનનાર નવા આર.સી.સી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.