મહુવા: ખડસલિયામાં યુવકને માર મારી રૂ. 2 હજાર લૂંટ્યાનો આક્ષેપ: 6 શખ્સો સામે ફરિયાદ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખડસલિયા ગામે નવરાત્રીના ફાળાના રૂ. 2 હજારની લૂંટ અને યુવક પર હુમલો કર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે મેહુલ કાતરીયા સહિત છ શખ્સો સામે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અંગેની વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ, ખડસલિયા ગામના મહેશભાઈ હિંમતભાઈ મેર ગત તા. 13 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે ગામમાં નવરાત્રીનો કાર્યક્રમ જોવા ગયા હતા. ત્યારબાદ તેઓ ગામની બહાર રામાપીર બાપાના મંદિર પાછળના રોડ પર પોતાની મોટરસાઇકલ પર બેઠા હ