રાજુલા: હત્યાનો થયો પર્દાફાશ,રાજુલામાંથી 24 દિવસથી ગુમ રહેલા વ્યક્તિની મર્ડર મિસ્ટરીનો ભેદ ઉકેલકયો-આરોપીની કબૂલાતથી ચકચાર
Rajula, Amreli | Nov 3, 2025 રાજુલા શહેરના 42 વર્ષીય સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા 24 દિવસ પહેલાં ગુમ થયા હતા. સતત શોધખોળ બાદ પોલીસે તપાસ તેજ કરી અને એક આરોપીને કસ્ટડીમાં લીધો. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેણે સુરેશભાઈની હત્યા કરી અને ખાંભા તાલુકાના પીપળવા નજીક લાશ ફેંકી દીધી. પોલીસ દ્વારા લાશ મળી આવી છે અને વધુ તપાસ ચાલુ છે.