વાલિયા: વાલિયા પોલીસે ગૌ વંશના ગુનામાં કબ્જે કરેલ બોલેરો પીકઅપ ગાડીની જાહેર હરાજી કરાઈ
Valia, Bharuch | Oct 10, 2025 વાલિયા પોલીસે ગૌ વંશના ગુનામાં કબ્જે કરેલ બોલેરો પીકઅપ ગાડીની જાહેર હરાજી કરાઈ. એ.એસ.પી.અજયકુમાર મીણા દ્વારા ડિવિઝનમાં ગૌ વંશ જેવા ગુનામાં કબ્જે કરેલા વાહનોની જાહેર હરાજી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જે અંતર્ગત વાલિયા પોલીસ મથક ખાતે એ.એસ.પી.અજયકુમાર મીણા અને પી.આઈ.એમ.બી.તોમરની ઉપસ્થિતિમાં જાહેર હરાજી કરવામાં આવી હતી.જેમાં ગૌ વંશના ગુનામાં કબ્જે કરેલ બોલેરો પીકઅપ ગાડીની સૌથી વધુ 1.20 લાખની બોલી બોલાઈ હતી.