માંગરોળમાં ઉતરાયણ પર્વને લઈ ભારે ઉત્સાહ, બજારોમાં પતંગ-દોરીની ખરીદીમાં વધારો માંગરોળ શહેર અને તાલુકામાં આવતીકાલે ઉજવાવા જઈ રહેલા ઉતરાયણ પર્વને લઈ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ બજારોમાં પતંગ, દોરી, ફિરકી અને અન્ય સામગ્રીની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં ઉતરાયણને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય બજાર, ચોક વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં પતંગ વેચાણના સ્ટોલો સજાવવામાં આવ્યા છ