ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસમથકના રાયોટીંગ કેસમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીની ગોંદરા સર્કલ પાસેથી ધરપકડ
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગ કેસમાં વોન્ટેડ આરોપી સલમાન રફીક પિત્તળની એલસીબી પોલીસે ગોંદ્રા સર્કલ પાસેથી ધરપકડ કરી હતી. પંચમહાલ પોલીસના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની હાજરી અંગે માહિતી મેળવી હતી. ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી તપાસ દરમિયાન આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં તેને વધુ કાનૂની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.