ગોધરા: ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં ભારે વરસાદથી હંગામી માટીનો રસ્તો ધોવાયો: 10 સોસાયટીઓનો સંપર્ક જોખમાયો
ગોધરા અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે આનંદ નગર સોસાયટી પાસેના કોતર પરનો હંગામી માટીનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. જાફરાબાદ ગામની અંદાજે 10 જેટલી સોસાયટીઓને જોડતા નવીન પુલનું નિર્માણ કાર્ય ચાલતું હોવાથી, વાહનચાલકોની અવરજવર માટે આ વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવ્યો હતો. ચોમાસાની શરૂઆતમાં જ રસ્તો ધોવાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે અવરજવર જોખમી બની છે અને માર્ગ બંધ થતાં હજારો રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય