રાજકોટ: મંગળા રોડ પર થયેલ ફાયરિંગ મામલે હથિયાર સપ્લાય કરનાર આરોપીને ઝડપી પાડતી શહેર એસોજી
Rajkot, Rajkot | Nov 2, 2025 આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ પ્રાપ્ત થતી વિગતો મુજબ મંગળા રોડ પર થયેલી ફાયરિંગ મામલે હથિયાર સપ્લાય કરનાર આરોપી સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને રેલનગરમાંથી એસઓજી પોલીસ સ્ટાફે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં ખુલતી વિગતો મુજબ આરોપી રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ આઠ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે પાસામાં પણ જઇ ચૂક્યો છે.