પલસાણા તાલુકાના અંત્રોલી ગામે ચોરીની ઘટના સામે આવી છે. અંત્રોલી ગામમાં કડોદરા પોલીસ સ્ટેશનની સામે આવેલા ભુરી ફળીયામાંથી ઘર આગળ પાર્ક કરેલી બજાજ કંપનીની બ્લેક-બ્લ્યુ રંગની પલ્સર મોટરસાયકલ (નંબર GJ 19 BQ 1825) અજાણ્યા ચોર ઇસમ દ્વારા ચોરી કરી નાસી જવાની ઘટના બની છે. આશરે રૂપિયા 95 હજાર કિંમતની આ મોટરસાયકલ તા. 13/02/2026ના રોજ રાત્રે 22:00 કલાકથી તા. 14/02/2026ના રોજ સવારે 06:00 કલાક દરમ્યાન હરકોઈ સમયે ચોરી થઈ હતી.