ગોધરા: LCB પોલીસે ઘોઘંબાનો લિસ્ટેડ બુટલેગર વિનોદ બારીઆ ‘પાસા’ હેઠળ જેલભેગો, જૂનાગઢ મધ્યસ્થ જેલ મોકલાયો
પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગરો પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પંચમહાલ-ગોધરા રેન્જ આઈ.જી.પી. વિધિ ચૌધરી તથા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા આપવામાં આવેલી સૂચનાના આધારે, ગોધરા LCB પોલીસે પાધોરા ગામના બુટલેગરને પાસા (PASA) હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલ હવાલે કર્યો છે.ઘોઘંબા તાલુકાના પાધોરા ગામે ભગત ફળિયામાં રહેતા વિનોદભાઇ દોલતભાઇ બારીઆ વિર