ગોધરા: ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારના નવા બસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીની ઘટના, પોલીસ તપાસ શરૂ
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા નવા બસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીની ઘટના સામે આવી છે. સાંકલી ગામના રહેવાસી વિગ્નેશકુમાર પટેલ તા. 22 એપ્રિલે બસમાં બેસવા ગયા ત્યારે તેમના ખીસ્સામાં રહેલો મોબાઇલ ગુમ થયો હતો. આસપાસ શોધખોળ છતાં ફોન મળ્યો નહોતો, જેથી અજાણ્યા ઇસમ દ્વારા ચોરી થયાની શંકા વ્યક્ત કરી છે. બાદમાં તા. 25 એપ્રિલે સિટીઝન પોર્ટલ પર ઓનલાઇન ઇ-એફઆઈઆર નોંધાવી અને પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.