ગોધરા: તાલુકાના નવીધરીમાં ૩૨ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
ગોધરા તાલુકાના નવીધરી ગામમાં ૩૨ વર્ષીય મીનાબેન રાજેશભાઈ પરમારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ૩ મેની રાત્રે બનેલી ઘટનાના પગલે તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં આઈ.સી.યુ.માં સારવાર દરમિયાન ૭ મેના રોજ તેમનું અવસાન થયું હતું. બનાવ અંગે મૃતકના પતિ રાજેશભાઈ પરમારે કાંકણપુર પોલીસને જાણ કરતા પોલીસે એડી નોંધાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બે સંતાનોની માતાના અકાળ અવસ