કાલોલ: શહેરના બસ સ્ટેશન પાસે હાઈવે પરની મુખ્ય ગટર લાઈન ઉભરાતા દુકાનદારો અને વાહનચાલકો પરેશાન,જાગૃત નાગરિકે આપી પ્રતિક્રિયા
આજરોજ બપોરે બાર કલાકે મળતી માહિતી મુજબ કાલોલમાં બસ સ્ટેશન પાસેના હાલોલ શામળાજી ટોલ હાઈવે પરની મુખ્ય ગટર લાઈન પાછલા બે ત્રણ દિવસોથી ઉભરાતા હાઈવે પરના દુકાનદારો અને વાહનચાલકો પરેશાન થતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને લઇ જાગૃત નાગરિક અમીષભાઈ મેહતાએ આપી પ્રતિક્રિયા.