વાલિયા: વાલિયા બસ સ્ટેન્ડ પાસે અંકલેશ્વરના કોન્ટ્રાકટરની નજર ચૂકવી કારમાં રહેલ રોકડા 2.95 લાખ અને મોબાઈલ ફોન ઉઠાવી બે ગઠિયા ફરાર
Valia, Bharuch | Oct 31, 2025 અંક્લેશ્વરના પટેલ નગર વિસ્તારમાં આવેલ હરીમંગલ સોસાયટીમાં રહેતા રાજુ હરજીવન રાઠોડ સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે.જેઓ દહેલી ગામના લતીફ દાઉદ કડીવાલાને આપવાના 3 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા.જેઓ તેમની પત્નીને મોબાઈલ લેવાનો હોવાથી વાલિયાના બસ સ્ટેન્ડ પાસે ગયાં હતાં.અને ત્યાં એક મોબાઈલ શોપના ધારકને ઓળખતા હોઈ તેઓ 5 હજારની કિંમતનો ફોન ખરીદી કરી પોતાની કારમાં બેઠા હતા તે સમયે એક ઇસમ તેઓ પાસે આવી તેઓના રૂપિયા પડી ગયા હતા.