ધોળકા: બદરખા ગામમાં ઇકો ગાડીમાંથી રૂપિયા 90 હજારની રોકડ ભરેલું પર્સ ચોરાયું
તા. 29/03/2026 ના રોજ સાંજના 7 વાગે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન માં નોંધાયેલી ફરિયાદ માં જણાવાયું છે કે તા. 25/03/2026 ના રોજ સવારે 6.30 વાગે ધોળકા તાલુકાના બદરખા ગામમાં એક પાન પાર્લર માં પાન મસાલા સહિતની ચીજ વસ્તુ આપવા આવેલ વેપારીની ઇકો ગાડીમાંથી અજાણ્યો ઈસમ રૂપિયા 90 હજાર ની રોકડ રકમ ભરેલું પર્સ ચોરી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.