ભરૂચ: ભરૂચમાં 52 લાખના ખર્ચે આધુનિક ફિશ માર્કેટનું લોકાર્પણ
ભરૂચના કતોપોર બજાર, વોર્ડ નંબર 10માં 52 લાખના ખર્ચે બનેલી આધુનિક ફિશ માર્કેટનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ થયું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ અને સ્થાનિક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.