મહે. તાલુકાના કનીજ ગામે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ ના હસ્તે વિકાસના કામોનું કરાયું ખાતમુહર્ત. ઔડાની સદભાવના ગ્રાન્ટ હેઠળ રૂ. 30 લાખના ફંડમાંથી ગામના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાનાર વિકાસ કામોનું ધારાસભ્યશ્રી દ્વારા ખાતમુહર્ત કરાયું.આ પ્રસંગે બીજેપી તાલુકા પ્રમુખશ્રી વિષ્ણુસિંહ, શ્રી વનરાજસિંહ જાદવ, ડેલિકેટશ્રી મહેશભાઈ, સરપંચ શ્રીમતી મંજુલાબેન, ડેપ્યુટી સરપંચશ્રી ભુપેન્દ્રસિંહ જાદવ સહિત પંચાયતસભ્યો સાથે મોટી સંખિયામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.