હાંસોટ: હાંસોટના ખરચ ગામની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલની વૉલીબૉલ ટીમ જિલ્લાકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બની છે
Hansot, Bharuch | Sep 16, 2025 હાંસોટના ખરચ ગામ નજીક આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલની વૉલીબૉલ ટીમે ૬૯ એસ.જી.એફ.આઈ. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અંડર-૧૭ ભાઈઓની કેટેગરીમાં ચેમ્પિયન બની શાળા તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે યોજાઈ હતી.શાળાના મેનેજમેન્ટ અને આચાર્ય સુબ્રતા કુંડુ દ્વારા ટીમના ખેલાડીઓ અને સ્પોર્ટ્સ ટીચર ડૉ. નીતિન અજુડીયાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.