ઉમરગામ: ભીલાડ પાસે ટ્રેન અડફેટે ચઢેલા વૃદ્ધનું ગંભીર ઈજા થવાથી મોત
ભીલાડ રેલવે સ્ટેશનના ઉત્તર છેડે રેલવે ડાઉન લાઇન ઉપર ટ્રેનની ટક્કરથી એક અજાણ્યા પુરુષનું મૃત્યુ થયું હતુ. મળતી વિગતો મુજબ શુક્રવારે આશરે ૩.૫૦ વાગ્યે ડાઉન ટ્રેન નંબર ૧૨૨૬૩ દૂરંતો એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી અજાણ્યા પુરુષને માથામાં ગંભીર ઈજા થઈ હતી.