ભુજ: કોડકી ગામે રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓ સાથે કર્યા યોગ અને પ્રાણાયામ
Bhuj, Kutch | May 9, 2026 કચ્છ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ તાલુકાના કોડકી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગ અને પ્રાણાયામ કર્યા હતા. તેમણે યોગથી શરીરની લચકતા, લોહીનું ભ્રમણ અને માનસિક શાંતિ વધતી હોવાનું જણાવી નિયમિત યોગાભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો.