બારડોલી: સુરત જિલ્લામાં ડાંગર ના પાકને નુકસાન થતા હાથ માં આવેલ કોળિયો છીંનવાતા જિલ્લા કોંગ્રેસે બારડોલી પ્રાંત ને આવેદન આપ્યુ
Bardoli, Surat | Oct 28, 2025 દિવાળીના સમયે પડેલા કમોસમી વરસાદને કારણે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ડાંગરના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. છેલ્લા ત્રણ દિવસમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં કાપણી બાદનો પાક ધોવાઈ ગયો છે.આજે સુરત જિલ્લા કોંગ્રેસે બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી હલ્લાબોલ કર્યું હતું. કોંગ્રેસે સરકાર પાસે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવાની માંગ કરી છે. ગત મે માસમાં માવઠાથી થયેલા નુકસાનનું વળતર પણ ખેડૂતોને મળ્યું નથી,