ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકના રાયોટિંગ કેસમાં વોન્ટેડ આરોપી ખંદુક સ્કૂલ પાસેથી ઝડપાયો
ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગ કેસમાં વોન્ટેડ આરોપી મુસેબ સુલેમાન તાસીયાને પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલા અને ટીમે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આરોપીને ગોધરા શહેરમાં ખદુક સ્કૂલ નજીક દારૂ સલામ મસ્જિદ પાસે થી ઝડપાયો હતો. તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અનેક કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. હાલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉ