બોરસદ: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ની ઉજવણી વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત બોરસદ તાલુકાના બોચાસણ ગામે વિકાસ રથનું ભવ્ય સ્વાગત
Borsad, Anand | Oct 10, 2025 આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ની ઉજવણી ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના અવસરે ઉજવાતા વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત બોરસદ તાલુકાના બોચાસણ ગામે વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયે વિકાસ ગાથા ફિલ્મનું નિર્દેશન ગ્રામજનોએ માણ્યું હતું. મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભોનું લાભાર્થીઓ ને વિતરણ કરવામાં આવ્યું હતું. અંત માં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.