ગોધરા: ગોધરા તાલુકાના ટિમ્બા ગામ પાસે હાઇવે પર યુવક પર હુમલો: ચાર શખ્સો સામે કાંકણપુર પોલીસમથકે ગુનો દાખલ
ગોધરા તાલુકાના ટિમ્બા ગામ પાસે અમદાવાદ હાઇવે પર આવેલી 'સુદર્શન હોટેલ'ના કમ્પાઉન્ડમાં એક યુવક પર હુમલો થયો હતો. માણેકપાર્ક સોસાયટીના નરેન્દ્રસિંહ ઠાકોરના દીકરા દિગ્વિજયસિંહ સાથે સામાન્ય બાબતે તકરાર કરીને ચરારી ગામના રાહુલભાઈ સત્રાભાઈ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ હિંસક ઝઘડો કર્યો હતો. આ ચારેય શખ્સોએ એકસંપ થઈને દિગ્વિજયસિંહને બેફામ ગાળો આપી, ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે કાંકણપુર પોલીસે નરેન્દ્