રાજુલા: નાગેશ્રી પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃત સેમિનારનું કરાયું આયોજન
Rajula, Amreli | Nov 11, 2025 Mission Smile’ અંતર્ગત નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા સ્થાનિક પ્રાથમિક શાળામાં બાળ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં પોલીસ કર્મચારીઓએ બાળકોને “સુરક્ષિત સ્પર્શ” (Good Touch) અને “અસુરક્ષિત સ્પર્શ” (Bad Touch) વચ્ચેનો તફાવત સરળ ભાષામાં સમજાવ્યો હતો. કાર્યક્રમનો હેતુ બાળકોમાં આત્મવિશ્વાસ વધારવો, સંકટ સમયે “બોલવાની હિંમત” જગાડવી અને તેમના મનમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ ઉભો કરવો હતો.