થરાદ પોલીસે ભારતમાલા હાઇવે પર વાતડાઉ ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. માટીની આડમાં છુપાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની ૩૮૮૮ બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત રૂ. ૧૫,૧૨,૮૪૦/- આંકવામાં આવી છે. પોલીસે આ મામલે બેની ધરપકડ કરી છે.આ કાર્યવાહી થર્ટી ફર્સ્ટના અનુસંધાને સઘન વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી.