ખંભાત: સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યના અધ્યક્ષતામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો.
Khambhat, Anand | Sep 17, 2025 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખંભાત ખાતે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સ્વાસ્થ્યનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.મનીષભાઈ પ્રજાપતિ દ્વારા ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ખંભાત તાલુકાની ટીબી મુક્ત ગ્રામ પંચાયતોને સર્ટિફિકેટ તથા માતા-બહેનોને સ્વાસ્થ્ય કીટ અર્પણ કરાઈ હતી.