ભાવનગર શહેર: તખ્તેશ્વર ફિલ્ટર હેઠળ આવતા વિસ્તારોમાં ઇન્સ્ટોલેશનની કામગીરીને લઈને આવતીકાલે વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે
Bhavnagar City, Bhavnagar | Apr 27, 2026
ભાવનગર શહેરના તખ્તેશ્વર ફિલ્ટર હેઠળ આવતા વિસ્તારોમાં પાણી પુરવઠો આવતીકાલે બંધ રહેશે. જે અંગે મહાનગરપાલિકા વોટર વર્કસ વિભાગ દ્વારા લેખિત માહિતીમાં જણાવ્યા અનુસાર તખ્તેશ્વર ફિલ્ટર ખાતે ઇન્સ્ટોલેશનની કામગીરીને લઈને શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી પુરવઠો મળી શકશે નહીં જે અંગે લોકોને નોંધ લેવા જણાવ્યું હતું.