ભાવનગર શહેર: ભીડ ભંજન મહાદેવ ખાતેથી કોંગ્રેસની વિજય સંકલ્પ પદયાત્રા યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 10, 2026
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ વોર્ડના ઉમેદવારોના ઉમેદવારી પત્ર ભરવા માટે “વિજય સંકલ્પ પદયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. ભીડભંજન મહાદેવ મંદિર પાસે જિલ્લા પંચાયત નજીકથી શરૂ થયેલી આ પદયાત્રામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં જનતા જોડાઈ હતી. કાર્યક્રમ દરમિયાન “પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ”ના નારા સાથે શહેરમાં પરિવર્તન લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.