ગોધરા: પંચમહાલના પૂર્વ સાંસદ સ્વ. પ્રભાતસિંહ ચૌહાણના પત્ની રંગેશ્વરીબેન ચૌહાણે દાવેદારોની કતારમાં જોવા મળ્યા
પંચમહાલ રાજકારણના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ સ્વ. પ્રભાતસિંહ ચૌહાણના પત્ની રંગેશ્વરીબેન ચૌહાણે ફરી એકવાર સક્રિય રાજનીતિમાં ઝંપલાવ્યું છે. તેમણે કાલોલ વિધાનસભા અંતર્ગત આવતી ખરોડ તાલુકા પંચાયત બેઠક માટે ગોધરા સ્થિત ભાજપના જિલ્લા મુખ્ય મથક 'શ્રી કમલમ' ખાતે પોતાની દાવેદારી વિધિવત રીતે નોંધાવી છે. રાજકીય કારકિર્દી અને રંગેશ્વરીબેન ચૌહાણ લાંબા સમયથી સંગઠન અને વહીવટી કામગીરીમાં બહોળો અનુભવ ધરાવે છે: વર્ષ 2016 થી 2021 સુધી ઘોઘંબા તાલુકા મહિલા મોરચામાં