મહુવા: મહુવામાં માલણ નદીમાંથી રેતી ચોરીનો ધમધમતો કારોબાર
મહુવા શહેર અને આસપાસના વિસ્તારોમાં ખનીજ માફિયાઓ હવે તદ્દન બેફામ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. મહુવાની જીવાદોરી ગણાતી માલણ નદીમાંથી દિવસ-રાત મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને પરિવહન થઈ રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, માલણ નદીના વિવિધ પટ્ટાઓમાંથી ભારે વાહનો દ્વારા સતત રેતીની ચોરી કરવામાં આવી રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે નદીના કુદરતી પ્રવાહ અને પર્યાવરણ પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં