તારાપુર: નવનિર્મિત તારાપુર નગરપાલિકાને મળ્યા પ્રથમ મહિલા પ્રમુખ
Tarapur, Anand | May 19, 2026 નવનિર્મિત તારાપુર નગરપાલિકામાં સત્તાનું સુકાન ભારતીય જનતા પાર્ટીએ સંભાળી લીધું છે. તારાપુર નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ભાજપના રશ્મિકાબેન ધીમંતભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપ પ્રમુખ તરીકે પુનમભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી છે.નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં આજે પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીની સત્તાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ૧૩ અને અન્ય ૫ અપક્ષ ઉમેદવારોએ ટેકો જાહેર કર્યો હતો.