ગળતેશ્વર: સેવાલીયા અને થર્મલ ખાતે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી
ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયા ખાતે અને થર્મલ ખાતે હનુમાનજીના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવાલીયા ખાતે મનોકામના સિદ્ધ હનુમાનજીના મંદિરેથી રોગ હરણી માતાના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી સાથે જ આરતી કરીને શોભાયાત્રા આગળ વધી હતી જ્યાં સેવાલીયા ખાતે રોગ હરણી માતાના મંદિરે ગરબા રમવામા આવ્યા હતા શોભાયાત્રા રોગહરણી માતાના મંદિરથી ચોકડીથી પરત ફરી હતી.