ગોધરા: તાલુકાના કાંકણપુરમાં સામાન્ય વરસાદમાં વીજળી ગુલ થતાં રોષે ભરાયેલા ગ્રામજનોનો MGVCL કચેરીએ હલ્લાબોલ
ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં કાંકણપુર અને આસપાસના ૧૦થી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા પાંચ દિવસથી રાત્રિના સમયે લાઈટો જતી હોવાથી ગૃહિણીઓ અને બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વારંવાર ફોન કરવા છતાં તંત્ર દ્વારા પ્રતિસાદ ન મળતા રોષે ભરાયેલા ગ્રામજનો MGVCL સબ ડિવિઝન કચેરીએ હલ્લાબોલ કરવા પહોંચ્યા હતા. જોકે, ત્યાં કોઈ જવાબદાર સ્ટાફ હાજર ન હોવાથી અને ઓફિસને તાળા મારેલા જોતા લોકોનો આક્રોશ વધુ વધ્યો હતો. નિયમ