ભાવનગર શહેર: નારી રોડ પર અકસ્માત માં ત્રણ લોકોને ઇજા થતાં સારવાર માટે સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા
Bhavnagar City, Bhavnagar | Apr 5, 2026
આજે તારીખ 5 એપ્રિલના રોજ બપોરના ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રકે ટુ-વ્હીલરને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમાં બાળકો તેમજ પતિ-પત્નીનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલીક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રાજપરા ગામનો પરિવાર બાઈક લઈને વડોદરા થી આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી.