ગોધરા: ગોધરા રેલવે સ્ટેશન પરથી $19,800ની કિંમતના વિદેશી ચલણ સાથે એક મહિલા સહિત બે વ્યક્તિની અટકાયત
ગોધરા રેલવે સ્ટેશન પરથી $19,800ની કિંમતના શંકાસ્પદ વિદેશી ચલણ સાથે એક પુરુષ અને મહિલાની અટકાયત કરવામાં આવી છે.** ગોધરા બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા આ બંને શંકાસ્પદ વ્યક્તિઓની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી ભારતીય ચલણમાં આશરે રૂ. ૧૮,૬૧,૨૦૦ની કિંમતના યુ.એસ. ડોલર મળી આવ્યા હતા. આ નાણાં અંગે કોઈ કાયદેસરના દસ્તાવેજો કે આધારભૂત પુરાવા ન મળતા પોલીસે રકમ જપ્ત કરી બંનેની અટકાયત કરી છે. પોલીસે બંનેના પાસપોર