કાલોલ: પિંગળી જીલ્લા પંચાયતના શક્તિકેન્દ્ર ખાતે ભાજપ દ્વારા બુથ સમિતિના સભ્યો સાથે સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં બેઠક યોજી
ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલોલ તાલુકાના પિંગળી જિલ્લા પંચાયતના કાનોડ, મોકળ, સણસોલી,અંબાલા, સાતમના અને કણેટીયા ખાતે શક્તિકેન્દ્ર ખાતે બુથ સમિતિના સભ્યો સાથે પરિચય બેઠક યોજાઈ. જેમાં હાજર પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વિવિધ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા-વિચારણા કરી તથા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.