અમદાવાદ શહેર: ખાનપુર રાયફલ ક્લબ પાસે એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ચકચાર
અમદાવાદના ખાનપુર વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે... ખાનપુર રાયફલ ક્લબ પાસે એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં કોંગ્રેસ નેતા નોમાન ખાન સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નવજાત શિશુ અહીં કેવી રીતે પહોંચ્યું અને આ ઘટનાની પાછળનું કારણ શું છે તે જાણવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.