અમદાવાદ શહેર: રાણીપમાં પાણી ભરાતા લોકોને હાલાકી, અખબારનગર અંડર પાસમાં પાણી ભરાતા અંડરપાસ બંધ કરાયો
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, અમદાવાદમાં સવારે 5 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં એસ. જી. હાઈવે, પ્રહલાદનગર, જીવરાજ, વેજલપુર, સેટેલાઈટ, વસ્ત્રાપુર, શિવરંજ, જમાલપુર, ખાડીયા, સી. જી. રોડ, શાહીબાગ, શેલા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. ત્યારે રાણીપમાં શનિવારે 3 કલાકે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી..