ગોધરા: ઘૂસર ગામે ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો, બે અધિકારીઓ લોહીલુહાણ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
કાલોલ તાલુકાના ઘૂસર ગામે ગેરકાયદેસર રેતી ખનન પકડવા ગયેલી ખાણ-ખનીજ વિભાગની ટીમ પર ભૂમાફિયાઓએ જીવલેણ હુમલો કર્યો. ટીમે નદી પટમાંથી રેતી ભરેલા 6 ટ્રેક્ટરો ઝડપી પાડતાં આશરે 8 શખ્સોએ હુમલો કરી ટ્રેક્ટરો છોડાવી લીધા અને ફરાર થઈ ગયા. હુમલામાં માઇન્સ સુપરવાઇઝર કેયુર સેન્જેલિયા અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર કર્મરાજ જાડેજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. બંનેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને લઈને વહીવટી તંત્રમાં રોષ ફેલાયો છે અને વેજલપુર પોલીસ દ્વ