ગોધરા: સર્કિટ હાઉસ પાસે અજાણ્યા વાહનની અડફેટે વાનરના બચ્ચાનું કરુણ મોત
ગોધરા: સર્કિટ હાઉસ પાસે અજાણ્યા વાહનની અડફેટે વાનરના બચ્ચાનું કરુણ મોત સાથીના મોતથી વાનર સેના એ સર્કીટ હાઉસ સંકુલ આજુબાનું ધામા નાખ્યા, ગોધરા સર્કિટ હાઉસ સંકુલની બહારના મુખ્ય માર્ગ પરથી એક વાનરનું બચ્ચું પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલા એક પૂરઝડપે આવતા અજાણ્યા વાહને બચ્ચાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે માસૂમ બચ્ચાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.