ભુજ: ભુજમાં મારામારીના ગુનામાં નાસતા-ફરતા આરોપીની LCBએ ધરપકડ
Bhuj, Kutch | Oct 3, 2026 ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા-ફરતા આરોપી સલીમ ઉર્ફે ચલો જુસબ મમણને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડ્યો. આરોપી ભુજના ચાકીવાડી દાદુપીર રોડ, ભીડનાકા બહારનો રહેવાસી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.