સાવલી: રાણીયા ગામે પતરા પરથી પટકાતા શ્રમજીવીનું મોત
મૂળ દાહોદ જિલ્લાના વતની અને સાવલી તાલુકાના રાણિયા ગામે હાલ કંપનીમાં કામ કરતા અરવિંદભાઈ નામનો 30 વર્ષનો યુવક ગત તારીખ 30 ના રોજ કંપની પર હતા જે દરમિયાન પતરા ના શેડ પર કામ કરી રહ્યો હોય જે દરમિયાન યુવક ઉતરવા જતાં નીચે પડ્યો હતો જેથી તેની સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.