બારડોલી તાલુકાના બમરોલી ગામની સીમમાં આવેલી હીરા ફ્રોઝન ફૂડ્સ નામની કંપનીમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કંપનીના પ્રોસેસ પ્લાન્ટમાં ટેકનિકલ ચેકિંગ દરમિયાન ગરમ પાણીનું પ્રેશર મશીનમાંથી બહાર આવતા એક શ્રમિક ગંભીર રીતે દાઝી ગયો છે.કંપનીમાં ફરજ બજાવતો પ્રભાકર અજિતભાઈ રાઉત નામનો કામદાર પ્લાન્ટના રૂટિન ચેકિંગ માટે ગયો હતો. પ્રોસેસ પ્લાન્ટમાં કોઈ ક્ષતિ છે કે કેમ તે તપાસવા માટે જ્યારે તેણે નોન-રિટર્ન વાલ્વ ખોલવાનો પ્રયત્ન કર્યો,